MIG 27: 1999 કારગિલ યુદ્ધમાં (kargil war) મહત્વની ભૂમિકા ભજવનાર તેમજ ભારતીય વાયુસેનામાં (Indian Air Force) ત્રણ દશકાથી વધુ સમય સુધી સેવા આપનાર ફાઈટર પ્લેન (Fighter Plane) મિગ-27એ (MIG 27) આજે છેલ્લી વખત ઉડાન ભરી હતી. ભારતીય વાયુસેનાએ સાત વિમાનના પોતાના સ્કવોડ્રનને જોધપુર એરબેઝથી (jodhpur air base) વિદાય આપી હતી. તેનો સૌથી વધુ ઉપયોગ કારગિલ યુદ્ધમાં કરાયો હતો. પાકિસ્તાન (Pakistan) સાથે 1999માં થયેલા યુદ્ધમાં મિગ-27 ફાઈટર જેટ્સે મહત્વની ભૂમિકા ભજવી હતી. પાવરફુલ R-29 એન્જિનની મદદથી આ ફાઈટર પ્લેન ઓછી ઊંચાઈ પરથી ઝડપથી ટેકઓફ કરીને દુશ્મના દાંત ખાટા કરી શકે છે. મિગ-27ના જૂના વર્ઝન પહેલાથી જ નિવૃત્ત થઈ ચૂક્યા છે. હાલ 2006માં અપડેટ કરાયેલા મિગ-27નું (Updated MIG 27) વર્ઝન એરફોર્સમાં સેવા આપે છે. તેના સ્થાને મિગ-21 ભારતીય સેનામાં સેવા આપે છે.
0 Comments